રાજકોટ: સ્વીગીના 4 ડિલિવરી બોયને પોલીસે 12 બિયરના ટીન સાથે ઝડપ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jan 2020 08:11 PM (IST)
રંગીલા રાજકોટમાં ઝોમેટો બાદ સ્વીગીના ડિલિવરી બોય બિયરના જથ્થા સાથે ઝડપાયા છે.
રાજકોટ: રંગીલા રાજકોટમાં ઝોમેટો બાદ સ્વીગીના ડિલિવરી બોય બિયરના જથ્થા સાથે ઝડપાયા છે. સ્વીગીની ડીલિવરી બેગમાં બિયર સપ્લાય કરવા જતાં ડિલિવરી બોયની પોલીસે ધરપકડ કરી છે. તાલુકા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 12 નંગ બિયરના ટીન કબ્જે કર્યા છે. પોલીસે 12 નંગ બિયરના ટીન, એક એક્ટિવા મળી કુલ 21,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અગાઉ થોડા સમય પહેલા ઝોમેટો કંપનીનો ડિલિવરી બોય દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. સ્વીગીની ડીલિવરી બેગમાં બિયર સપ્લાય કરવા જતાં ડિલિવરી બોયની ધરપકડ કરવામાં આવી છે. તાલુકા પોલસે અજય ગૌરવભાઇ પરમાર, રાહુલ બાબુભાઇ પરમાર,વિમલ શામજીભાઇ મહિડા અને રાકેશ મનસુખભાઇ સાગઠીયા નામના કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 12 નંગ બિયરના ટીન કબ્જે કર્યા છે. આ અગાઉ થોડા સમય પહેલા ઝોમેટો કંપનીનો ડિલિવરી બોય દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો.