રાજકોટઃ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર સ્પાની આડમાં ચાલતા સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે રેડ કરી સ્પાના મેનેજરને ઝડપી પાડ્યો છે. સ્પામાંથી દારૂની બોટલ સાથે બે શખ્સ પણ મળી આવ્યા હતા. રેડ દરમિયાન પોલીસને બે યુવતીઓ પણ મળી આવી હતી. લગભગ બે મહિનાથી સ્પાની આડમાં રેકેટ ચાલતું હોવાનો ખુલાસો થયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઇસ્કોન મોલમાં આવેલા પર્પલ ઓર્ચિડ સ્પા એન્ડ સલૂનમાં સ્પાની આડમાં સેક્સરેકેટ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. રેડ દરમિયાન સ્પામાં મેનેજર તરીકે નોકરી કરતા જયરાજસિંહ ગોહિલ ઉત્તરપ્રદેશ અને બંગાળની યુવતીને સ્પામાં રાખી તેમની પાસે દેહવ્યાપાર કરાવતો હોવાનું ખુલ્યું હતું.
જયરાજસિંહ ગોહિલ યુવતી સાથે મજા કરવાના ગ્રાહક પાસેથી 3 હજાર રૂપિયા વસૂલતો હતો અને યુવતીઓને 1 હજાર રૂપિયા આપતો હતો. પોલીસે ડમી ગ્રાહકને સ્પામાં મોકલ્યો હતો. જેણે ઇશારો કરતાં જ પોલીસે રેડ કરી હતી, જેમાં યુપીની અને બંગાળની બે યુવતીઓ મળી આવી હતી. રૂમ નંબર-1માં રેડ દરમિયાન યુવતી યુવક સાથે રંગેહાથ ઝડપાઇ ગઈ હતી.
યુવતીની પૂછપરછ કરતાં તેણે કાઉન્ટર પર બેસેલી વ્યક્તિ કસ્ટમર દીઠ 3 હજાર રૂપિયા લેતી હોવાનું અને તેમાંથી પોતાને હજાર રૂપિયા અપાતા હોવાનું જણાવ્યું હતું. અન્ય એક રૂમમાં તપાસ કરતાં બે વ્યક્તિ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.
રાજકોટઃ રૂમમાં યુવક યુવતી સાથે માણી રહ્યો હતો શરીરસુખ ને અચાનક......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jan 2021 04:35 PM (IST)
ઇસ્કોન મોલમાં આવેલા પર્પલ ઓર્ચિડ સ્પા એન્ડ સલૂનમાં સ્પાની આડમાં સેક્સરેકેટ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. રેડ દરમિયાન સ્પામાં મેનેજર તરીકે નોકરી કરતા જયરાજસિંહ ગોહિલ ઉત્તરપ્રદેશ અને બંગાળની યુવતીને સ્પામાં રાખી તેમની પાસે દેહવ્યાપાર કરાવતો હોવાનું ખુલ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -