રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં આવેલા પેડક રોડ પર પાણીના ઘોડા સામે ગાયત્રી કોમ્પલેક્ષનાં બીજા માળે ‘હોલી ડ્રોપ સ્પા’માં યુવતિઓ રાખી તેની પાસે દેહવ્યાપાર કરાવાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના પગલે બી-ડિવિઝન પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો.
ડમી ગ્રાહકે ત્યાં જઇને ભાવતાલ પૂછતાં તેની પાસેથી સંચાલકે યુવતી સાથે સેક્સ માણવાના રૂપિયા 2000 વસૂલ્યા હતા. સ્પામાં ચાર રૂમ હતાં અને તેમાંથી એક રૂમમાં આ ડમી ગ્રાહકને યુવતી પાસે મોકલાયો હતો. ગ્રાહકે અંદર પહોંચતા જ ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે દરોડો પાડી સ્પા સંચાલક સન્ની છોટાલાલ ભોજાણી અને ચાર યુવતીને ઝડપી લીધી હતી. સન્ની મે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1856ની કલમ 3-4 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસનાં જણાવ્યા પ્રમાણે સન્ની ભોજાણી છેલ્લા એક વર્ષથી ભાડાની જગ્યામાં સ્પા ચલાવતો હતો. લોકડાઉનને કારણે સ્પા બંધ હતું તેથી તેણે કેટલાક સમયથી કૂટણખાનુ ચાલુ કરી દીધું હતું. સ્પાની આડમાં કૂટણખાનુ ચાલતું હોવાની પોલીસને ગંધ ન આવે તે માટે તેને કોમ્પ્લેક્સ બહાર બોર્ડ પણ માર્યા ન હતા.
સન્નીએ સ્પામાં દિલ્હીની ત્રણ યુવતિ અને અમદાવાદની એક યુવતિને રાખી હતી. તે ગ્રાહકદીઠ રૂપિયા બે હજાર વસૂલતો હતો યુવતીને 800 ચૂકવી 1200 પોતે રાખી લેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કૂટણખાનામાંથી મળેલી યુવતિઓને સાક્ષી બનાવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે .