રાજકોટ : આવતી કાલથી ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં શ્રાવણ માસને લઈ ગાઇડલાઈન બહાર પાડવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ગાઇડલાઈન બહાર પાડવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં પ્રસાદની વહેંચણી પર પણ પ્રતિબંધ લગાવાયો છે.


મંદિરોમાં મૂર્તિને સ્પર્શ કરવા તેમજ ધાર્મિક પુસ્તકોને સ્પર્શ કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ ઉપરાંત સામૂહિક પગરખાં ગૃહ બંધ રાખવા આદેશ કરાયો છે. તેમજ ધાર્મિક મેળાવડા, પાલખી યાત્રા સહિતના કાર્યક્રમો બંધ રાખવા આદેશ કર્યો છે. મંદિર બહાર કોરોના વાયરસ અંગે જાગૃતિ બોર્ડ લગાવવા ફરજીયાત કરાયા છે. દર્શન સમયે સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવું ફરજીયાત છે. દર્શન સમયે માસ્ક પહેરવું ફરજીયાત છે.