રાજકોટઃ શહેરના ભક્તિનગર સર્કલ પાસે લક્ઝુરિયસ ઔડી કારે અકસ્માત સર્જ્યો છે. દોઢ વર્ષના બાળકને કારે કચડીને મોત નીપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાળક રમતા રમતા કાર નજીક ઉભો હતો. અચાનક કાર શરૂ કરી ચલાવતા બાળક કચડાયો હતો. તેમજ બાળકનું મોત થયું હતું. અકસ્માત પછી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, ભક્તિનગર પોલીસે કાર ચાલક યશ બગડાઈ(ઉં.વ.19)ની અટકાયત કરી લીધી છે. ભક્તિનગર પોલીસે કાર ચાલાક યશનું લાઇસન્સ રદ્દ કરવા રિપોર્ટ કર્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, ખોખડદળ નદીના પુલ પાસેની વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની લારી કાઢતા જગદીશભાઇ સુરેલા, તેમની પત્ની અને દોઢ વર્ષના પુત્ર હર્ષ સાથે હતા. માતા-પિતા શાકભાજી વેચવામાં વ્યસ્ત હતા.આ સમયે જ પુત્ર હર્ષ લારી પાસે રમતો હતો. ત્યારે જ ઔડી કારના ચાલક યશ વિમલભાઈ બગડાઈ(ઉં.વ.19)એ કાર ચલાવી હર્ષને કચડી નાખ્યો હતો.
બાળકને કચડ્યા બાદ યશ કાર લઈને નાસી ગયો હતો. પુત્ર હર્ષ કાર નીચે કચડાયાની જાણ થતા માતા-પિતા દોડી ગયા હતા. તેમજ આસપાસથી લોકો પણ ભેગા થઈ ગયા હતા અને કાર પાછળ દોડ્યા હતા. પરંતુ કાર ચાલક પૂરપાટ ઝડપે નીકળી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા પુત્ર હર્ષને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ભક્તિનગર પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે નાસી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ છે. બાળક હર્ષ સુરેલા હતું અકસ્માતમાં મોત થયું છે. માતા અકસ્માત પછી બાળકને હાથમાં લઈને કાર ચાલક પાછળ દોડી હતી, પરંતુ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
રાજકોટઃ 15 મહિનાના બાળકને કચડી મોત નીપજાવનાર 19 વર્ષીય યુવક થયો જેલભેગો, કોણ છે આ માલેતૂજાર યુવક?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Dec 2020 02:17 PM (IST)
અકસ્માત પછી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, ભક્તિનગર પોલીસે કાર ચાલક યશ બગડાઈ(ઉં.વ.19)ની અટકાયત કરી લીધી છે. ભક્તિનગર પોલીસે કાર ચાલાક યશનું લાઇસન્સ રદ્દ કરવા રિપોર્ટ કર્યો છે.
અકસ્માત સર્જનાર કાર ચાલક યશ બગડાઇની ફાઇલ તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -