રાજકોટ: રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા ભાજપના કાર્યકરોને પોલીસે પાઠ ભણાવ્યા છે. કિસાન પરા ચોકમાં ભાજપના કાર્યકરની કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર પોલીસે પકડી હતી. પોલીસે વોર્ડ નંબર 2ના યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષવર્ધન સિંહ કિહોર અને બીજી કાર વોર્ડ નંબર 12ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ દેવદાન ચલાવતા હતા. પોલીસે કાર ડીટેઇન કરી હતી. કાર ડીટેઇન કરતા ભાજપના કાર્યકરો ભેગા થઈ ગયા હતા. પોલીસની કાર્યવાહીથી ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતા. પરંતુ ટ્રાફિક એસીપીએ કહ્યું નિયમો બધા માટે સરખા છે. પરંતુ કાર છોડાવવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ સવાલ એ છે શું ભાજપના કાર્યકર્તાઓને નિયમો લાગુ પડતા નથી?
આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે
રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા ભાજપના કાર્યકર્તાને પોલીસે પાઠ ભણાવ્યા છે. કિસાન પરા ચોકમાં ભાજપના એક કાર્યકર્તાની કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર પોલીસે પકડી હતી. ખૂદ ટ્રાફિક ડીસીપી હોવાથી કાર ડિટેઇન કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીથી ભાજપના કાર્યકર્તાએ રોષે ભરાયા હતા. એક કાર્યકર્તાની કાર છોડાવવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે હાજર દંડ લઇ લેવા દબાણ પણ કર્યું. જો કે પોલીસે ડિટેઇન કરીને કાર ટોઇંગ કરી હતી. ભાજપના કાર્યકર્તાઓએ કાર છોડાવવા માટે રાજકીય ભલામણોનો ધોધ વરસાવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમના વિડીયો સામે આવ્યા છે. ટ્રાફીડ એસીપીએ કહ્યું નિયમો બધા માટે સરખા છે.