Rajkot: રાજકોટના કોઠારિયા રોડ પરની સરસ્વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયા પર વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાના આરોપ લાગ્યા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના કોઠારિયા રોડ પર આવેલી સરસ્વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલે ચાર વિદ્યાર્થીનીઓની છેડતી કર્યાની ઘટના બની હતી. વાલીઓએ આરોપ લગાવ્યો હતો કે પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયાએ 4 વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા.  આ વિવાદમાં ફરિયાદ નોંધાતા પોલીસે પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયાની અટકાયત કરી હતી. ૧૧ થી ૧૪ વર્ષની ચાર વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાના આરોપ છે.

Continues below advertisement

સૂત્રોએ જણાવ્યું હતુ કે પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયા આમ આદમી પાર્ટીનો આગેવાન પણ છે. ભક્તિનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આ સ્કૂલ રાજકોટના વોર્ડ નંબર 17માં આવી છે. આરોપી રાકેશ સોરઠીયા આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યો છે.

આરોપીની શાળાની મંજૂરી પર ભાજપે સવાલ ઉઠાવ્યા હતા. ભાજપ કોર્પોરેટર વિનુભાઈ ઘવાએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ શાળાને કેવી રીતે મંજૂરી અપાઈ છે. રાકેશ સોરઠીયાએ અગાઉ મહિલાની છેડતી કરી હતી. રાકેશ સોરઠીયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

Continues below advertisement