Rajkot: રાજકોટના ગોંડલમાં પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા વીરપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મળતી જાણકારી અનુસાર, ગોંડલના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રી ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ પ્રવાસીઓને ફુડ પોઈઝનિંગની અસર થઇ હતી. ફૂડ પોઇઝનિંગને પગલે 28થી વધુ પ્રવાસીઓની તબિયત લથડતા તમામને વિરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પ્રવાસીઓ આણંદ, નડિયાદ, ગાંધીનગરના છે અને તેઓ ગોંડલથી કાગવડ ખોડલધામ જઇ રહ્યા હતા તે સમયે રસ્તામાં તેમની તબિયત લથડી હતી.


તમામ પ્રવાસીઓએ ગોંડલ સ્વામિનારાયણ મંદિરે રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ ફ્રુડ પોઇઝનિંગની અસર થઇ હોવાની જાણકારી મળી રહી છે. ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે ઢોકળા સોસ વેફર ખાધી હતી. તમામ લોકો ગોંડલથી કાગવડ ખોડલધામ જતા સમયે તબિયત લથડી હતી. આણંદ,નડિયાદ,અને ગાંધીનગરના પ્રવાસીઓ ફરવા માટે ગયા હતા. દરમિયાન તેમણે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ તમામ પ્રવાસીઓ કાગવડ ખોડલધામ જવા રવાના થયા હતા. રસ્તામાં તમામની તબિયત લથડતા તેઓને વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રવાસીઓમાં ઉલટી, ધ્રુજારી અને ઉબકા સહિતની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.