Rain News: 40 દિવસથી વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ચિંતા, આ પાકો સુકાયા, ઉત્પાદન ઘટવાની ભીતિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા છેલ્લા 40 દિવસથી વરસાદ ખેંચાયો છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે ખરીફ પાકને નુકસાન પહોંચ્યુ છે.

Continues below advertisement

Rajkot Rain News: છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં વરસાદ ખેંચાયો છે, અને આના કારણે ખેડૂતોમાં મોટી ચિંતા પેઠી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને મોટા નુકસાનની પણ ભીતિ સેવાઇ રહી છે. હાલમાં જ મળેલી રિપોર્ટ અનુસાર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા છેલ્લા 40 દિવસથી વરસાદ ખેંચાયો છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે ખરીફ પાકને નુકસાન પહોંચ્યુ છે. એક રિપોર્ટ અનુસાર, ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકને પિયતની જરૂરિયાત છે, અને વરસાદ નથી પડી રહ્યો. જે જમીનોમાં પિયત છે ત્યાં ખેડૂતોએ બે થી ત્રણ પિયત આપી દીધા છે, જ્યારે બિનપિયત ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે. જો હજી ચાર કે પાંચ દિવસમાં વરસાદ નહીં પડે તો મોટાભાગનો બિનપિયત પાક પણ સુકાઈ જશે. વરસાદ ખેંચાતા ખેડૂતો પાયમાલ પણ થઇ શકે છે, સાથે સાથે ખરીફ પાક મગફળી અને કપાસમાં ઉત્પાદન પણ ઘટી શકે. વરસાદથી જે રીતે પાકને ફાયદો થાય છે તેટલો ફાયદો પિયતથી થતો નથી. રાજકોટ જિલ્લાના સરધાર સહિતના ગામડાઓમાં ખેડૂતોનો બિન પિયત પાક પહેલાથી જ સુકાઇ ગયો છે. જેના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. 

Continues below advertisement

હવામાન વિભાગે આપ્યું એલર્ટ

હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટછવાયો વરસાદ પડી શકે છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. જેની અસરથી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઓગસ્ટ માસમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી ગઇ હતી. જો કે છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 4થી 5 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ થઇ શકે છે.  ઉપરાંત અમદાવાદમાં પણ છૂટછવાયા વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં કેટલા ટકા વરસી ચૂક્યો છે વરસાદ

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં 79 ટકા વરસાદ પડી ચૂક્યો છે, જો કે અમદાવાદ શહેરમાં હજુ 21 ટકા વરસાદની ઘટ છે.  દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 80 ટકા વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 71 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 30 ઈંચ વરસાદ વરસયો છે.  રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 136 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો   110 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.                              

આજે ક્યાં જિલ્લામાં  પડશે વરસાદ

આજે દક્ષિણ ગુજરાતના ડાંગ,તાપી, નવસારી, વલસાડ, તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં  વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. ત્રણ ઝોનમાં આજે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે.

  

Continues below advertisement
Sponsored Links by Taboola