રાજકોટઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે ધીરે ધીરે સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે હવે ફરી એકવાર જનજીવન ધબકતું થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ઘટતા એસટીના રૂટ ફરી શરૂ થયા છે. 


આજથી ગ્રામ્ય વિસ્તારના 9થી વધુ રૂટ શરૂ થશે. કોરોનાની બીજી લહેર પહેલાં જ્યાં એસટી બસ રાત્રી રોકાણ કરતા હતા ત્યાં આજથી ફરીથી રાત્રી રોકાણ શરૂ થશે. લોધિકા તાલુકાના જેતાકુબા, કોઠ પીપળીયા, ખરેડી, મેંગણી ચાપાબેડા નોઘણચોરા મોરીદડ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં એસ.ટી.ના રૂટ ફરી શરૂ થશે. કાલાવડ તાલુકાના સમાંણાં, વજીરા ખાખરીયા દાણીધાર બામણગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી શરૂ થશે. કોરોનાના કેસ વધતા એસટી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક રૂટો બંધ કરાયા હતા.