રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોડૅ ભારે તોફાની બની હતી. જનરલ બોડૅમા ભાજપ અને કોગ્રેસના કોર્પોરેટરો દ્રારા છુટા હાથે મારામારી થઇ હતી. કૉંગ્રેસ વિશે અભદ્ર્ ટીપ્પણી કરાતા ભાજપ અને કોગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ભારે જપાજપી થઈ હતી અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા શહેરમા વકરી રહેલા રોગચાળાને લઇને RMCમાં બાટલો ચડાવીને આવ્યા હતા. બન્ને પક્ષના કોર્પોરેટરોએ જનરલ બોડૅમા બીન સંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. ભાજપના કોર્પોરેટર કશ્યપ શુકલે કોગ્રેસના ખાનદાન વિશે બોલતાની સાથે કૉંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક ઉગ્ર બની ગયા હતા. થોડી જ વારમા મામલો ભારે બીચક્યો હતો.
બાદમાં ભાજપ અને કૉંગ્રેસના કોર્પોરેટરોએ એક બીજાના કાઠલા પકડતા હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. કોર્પોરેશનની જનરલ બોર્ડમાં રોગચાળાની ચર્ચાને બદલે પ્રજાના પ્રતિનીધીઓએ એકબીજાના કાંઠલા પકડ્યા હતા.