રાજકોટ: ભાજપના સાંસદ અને ખેડૂત આગેવાન વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્ર્નો ઉકેલવામાં આવે છે. વિઠ્ઠલ રાદડિયાએ તેનો પૂરાવો આપતા કહ્યું વીજ કનેક્શન અને જૂની નવી શરતની કાર્યવાહી રાજ્ય સરકારે સરળ કરી છે. કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના પ્રશ્ર્નોને લઈને રાજ્ય સરકાર કઈ કરતી નથી ત્યારે વિઠ્ઠલ રાદડિયાએ કૉંગ્રેસના આક્ષેપોને નકાર્યા હતા.