રાજકોટ RMC લોકો પાસેથી વસ્તુઓ એકત્ર કરી જરૂરિયાતમંદની કરશે મદદ
abpasmita.in | 21 Oct 2016 08:26 PM (IST)
રાજકોટ: રાજકોટમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાનો સક્ષમ રાજકોટ અંતગર્ત સંવેદના પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકો પાસેથી વસ્તુઓ એકત્ર કરી જરૂરિયાત મંદ પરિવારોને આપવામાં આવશે. દિવાળીના તહેવારને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સક્ષમ રાજકોટ અંતર્ગત સંવેદના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સંપન્ન પરિવારો પાસેથી ગરમ કપડાં, રમકડાં , વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી , સ્કૂલ બેગ , નોટબુક સહિતની વસ્તુઓ એકત્ર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ચાર દિવસ સુધી વસ્તુઓનું એકત્રીકરણ કરવામાં આવશે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવશે..