રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના દીકરાના જન્મદિવસ પ્રસંગે આજે રાજકોટમાં આવ્યા હતા. 8મી ઓક્ટોબરે પુજીતનો જન્મદિવસ હતો એટલે ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. અને તેમને બાળકો સાથે ભોજન કર્યું હતું. સીએમ વિજય રૂપાણીના સાડા ત્રણ વર્ષના પુત્ર પુજીતનું આકસ્મિક મૃત્યું થયા પછી તેમને પુત્રના નામે એક ટ્રસ્ટ ખોલ્યું હતું. સીએમ વિજય રૂપાણીના આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર ગોલી અને સુંદરે હાજરી આપી હતી. ફનવર્લ્ડમાં બાળકો સાથે ભોજન, ગોલી અને સુંદરને જોવા ચાહકોની ભારે ભીડ જામી હતી.
વિજય રૂપામીએ રાજકોટમાં આજે શનિવારે થેલેસેમિયા પીડિત બાળકો માટે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં 2 મશીનો મુકવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ સિવિલ હૉસ્પિટલમાં 2 મશીન મુકશે.