રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે રાજકોટમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ હોવાનો આઇએમએ દ્વારા દાવો કરાયો છે અને ડોક્ટરો માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે રાજકોટ શહેરમાં સોની બજાર પછી હવે કાપડ માર્કેટ દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટમાં આજથી દિવાનપરા કાપડ માર્કેટ બંધ રહેશે,. 6 દિવસ માટે દિવાનપરા કાપડ માર્કેટ બંધનો નિર્ણય લેવાયો છે. દિવાનપરા કાપડ માર્કેટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે. આ પહેલા સોની બજારના ગોલ્ડ ડિલર્સ એસોસિએશન પણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હવે દાણાપીઠ એસોસિએશને પણ આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. કોરોનાનું સંક્રમણ વધતા નિર્ણય લેવાયો છે.
ગુજરાતના કયા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા કાપડ માર્કેટ 6 દિવસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2020 10:26 AM (IST)
રાજકોટમાં આજથી દિવાનપરા કાપડ માર્કેટ બંધ રહેશે,. 6 દિવસ માટે દિવાનપરા કાપડ માર્કેટ બંધનો નિર્ણય લેવાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -