રાજકોટ: સતત વરસાદથી ધોરાજી-છત્રાસા ગામને જોડતો પુલ તૂટ્યો, વાહન વ્યવહાર બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Sep 2020 05:46 PM (IST)
સતત વરસાદના કારણે રાજકોટના ધોરાજી-છત્રાસા ગામને જોડતો પુલ તૂટ્યો હતો
રાજકોટઃ સતત વરસાદના કારણે રાજકોટના ધોરાજી-છત્રાસા ગામને જોડતો પુલ તૂટ્યો હતો. સતત વરસાદ અને પૂરના કારણે 10 ગામોને જોડતો છત્રાસા ગામનો પુલ તૂટી ગયો હતો. ભારે વરસાદથી છત્રાસાની નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે આ પુલ તૂટી ગયો હતો. આ પુલ છત્રાસાથી જૂનાગઢ, માણાવદર, વંથલી સહીતના 10 ગામોને જોડતો હતો. પુલ તૂટી જવાના કારણે છત્રાસાથી જૂનાગઢ જવાના 10 ગામો સાથેનો વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલને તાત્કાલિક બનાવવા માટે ગામના લોકોએ માંગ કરી હતી.