Rajkot News: રાજકોટ શહેરમાં વધુ એક ક્રિકેટરનું મોત થયું છે. શહેરના શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમી પરત જઈ રહેલા યુવકનું થયું મોત થયું હતું. પાલનપુરથી રાજકોટ લગ્નમાં આવેલો યુવક ક્રિકેટ રમવા શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમવા આવ્યો હતો. જેમાં ભરત બારીયાનું મોત થયું હતું. હાલ મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવકની ઉમર 40 વર્ષ હતી. યુવકનું હાર્ટ અટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે. સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું. જેને લઈ માહોલ ગમગમી થઈ ગયો હતો.


ડિસામાં રહેતા ભરત બારૈયા (ઉં.વ.40) રાજકોટ ખાતે પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યો હતો. આજે સવારે તે શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા ગયો હતો. બાદમાં ક્રિકેટ રમી ફરી પોતાના ઘરે પરત ફરતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો. બાદમાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં 108 મારફત ભરતના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.




ભરત બારૈયાના ભાણેજનું આજે રિસેપ્શન હતું. પરંતુ મામાની અણધારી વિદાયથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. બનાવની જાણ થતાં જ ભરતની પત્ની, ભરતના સાસુ સહિતના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ભરતના મૃતદેહને ગળે વળગાડીને મહિલાઓએ હૈયાફાટ રૂદન કર્યું હતું.  


થોડા સમય પહેલા બે લોકોના થયા હતા મોત


રાજકોટમાં હાર્ટ એટેકથી એક સાથે બે યુવકોના મોત નિપજ્યા હતા. એક યુવકનું ફૂટબોલ રમતા સમયે અને બીજા યુવકનુ ક્રિકેટ રમતા સમયે મોત થયું હતું. ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત થયું હતું. ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થયુ હતું. . રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા આવેલા રવિ વેગડાનું આકસ્મિક મોત નિપજ્યુ હતું. ક્રિકેટ મેચ દરમિયાન ટેનિસનો દડો વાગ્યો હતો, જેથી તેણે રનર રાખીને 22 રન ફટાકાર્યા હતા. પરંતુ બાદનું તેનુ હાર્ટ ફેઈલ થયુ હતું. આમ, યુવકનો પળવારમાં જીવ ગયો હતો.


આ પણ વાંચોઃ


Gujarat Weather: ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી