રાજકોટઃ મનહરપુરમાં રહેતા બાંભવા પરિવારની પરણીત યુવતી અને બે પિતરાઇ ભાઈઓએ કૂવામાં કૂદીને આપઘાત કરી લેતા બાંભવા પરિવારમાં માતમ છવાયો છે. હજુ બે દિવસ પહેલા જ યુવતી ફગાસ ગામેથી આણું વળીને પિયર આવી હતી. ત્યારે ત્રણેયના આપઘાતને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં પોલીસને પ્રેમપ્રકરણની આશંકા છે. 


જામનગર રોડ પર આવેલા મનહરપુરમાં રહેતા કવા પબા બાંભવા(ઉં.વ.16) પિતરાઇ બહેન પમી હેમાભાઈ બાંભવા (ઉં.વ.18) અને ડાયા પ્રભાતભાઈ બાંભવા(ઉં.વ.17)એ એક સાથે આપઘાત કરી લીધો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, કવા બાઇલ લઈને મંગળવારે રાત્રે તેના પિતરાઈ ભાઈ ડાયાના ઘરે ગયો હતો. તેમજ ત્યાંથી બંને બાઇક લઈને નીકળી ગયા હતા. તેમજ રાત્રે 12 વાગ્યે મનહપુર ઢોળે ગયા હતા. તેમજ પમીને ત્યાંથી ઉઠાવી હતી અને બાઇક પર બેસીને નીકળી ગયા હતા. આ પછી બધુવારે બપોરે ત્રણેયની લાશ કુવામાંથી મળી આવી હતી. જોકે, આ ત્રણેયે આખી રાત ક્યાં વિતાવી હતી એ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. ઑ


વેજાગામ વાજડીની સીમમાં કૂવા પાસેથી પસાર થતી વ્યક્તિને કૂવા પાસે મોબાઇલ અને ત્રણ જોડી ચપ્પલ જોવા મળતાં કશુંક અજુગતું થયાની શંકા થતાં તેમણે કૂવા પાસે તપાસ હાથ ધરી હતી.  ગ્રામજન કૂવા પાસે પહોંચ્યા હતા. આ જ સમયે મોબાઇલમાં રિંગ વાગતા તેમણે વાત કરતાં મૃતકોની ઓળખ મળી હતી.


પમીના ફગાસના યુવક સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. દરમિયાન તે 18 વર્ષની થતાં શુક્રવારે તેને આણું વાળીને બાંભવા પરિવાર ફગાસ મુકવા આવ્યો હતો. તેમજ સોમવારે તેને પરત લઈ ગયા હતા. પમીએ સોમવારે સાંજે પતિ સાથે છેલ્લા વાત કરી હતી. મંગળવારે તેની સાથે આખો દિવસ પતિને સંપર્ક થઈ શક્યો નહોતો. આ પછી બુધવારે બપોરે પમીએ તેના બે પિતરાઇ ભાઈ સાથે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. 


અન્ય વિગતો પ્રમાણે, પમી ઘરેથી નીકળી ગયા પછી પરિવારને સવારે દીકરી ઘરમાં ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન કવો પણ ગુમ હોવાનું જાણવા મળતા તેની પણ શોધખોળ હાથ ધરી હતી. આ જ સમયે ત્રણેય પિતરાઇ ભાઇ-બહેનની લાશ મળી હોવાનું જાણવા મળ્યું હતું.