રાજકોટ: કોરોના યોદ્ધાના સન્માન સાથે આ વર્ષે પણ ધરામિત્ર આહાર-આરોગ્ય મેળો બાલભવન રેસકોર્સ ખાતે 19, 20, 21 ફેબ્રુઆરી ત્રણ દિવસ મેળો યોજવામાં આવેલ છે. ધરામિત્ર ટીમે ફરી આ વર્ષે પણ ખેડૂત હાટ અને વિસરતી આરોગ્યપ્રદ ભોજન સામગ્રી તથા આહાર–ઔષધીની વિવિધ પ્રોડક્ટ સાથે આ આયોજન કરેલ છે.

મેળામાં આયુર્વેદના વિવિધ વિભાગો , આરોગ્ય પર કામ કરતા વિવિધ સંગઠનો , સંસ્થાઓ , રાજકોટની જનતાને જાગ્રુત કરશે છે. મેળા માં હંમેશા ની જેમ પ્રક્રુતિક ખેતી કરતા સૌરાષ્ટ્રભરના ખેડુતો તથા ઉત્તરાખંડ , કાશ્મીર , મધ્યપ્રદેશ, કરછ વગેરે વિસ્તારોમાંથી વિવિધ સામગ્રીનો લ્હાવો રાજકોટની જનતાને મળશે.



મેળાનો સમય સવારે ૯ થી રાત્રે ૧૦:૩૦ સુધી રહશે. શહેરીજનો આહાર-આરોગ્ય ની સામગ્રી ખેડુત ઉત્પાદકો પાસેથી અને ભોજન સ્ટોલ પરથી વિસરતી વાનગી લઇ શકશે .

પ્રતિ વર્ષની જેમ સર્વોદય સ્વાવલંબન મહિલા મંડળની ભગિનીઓ તથા જીવન માંગલ્ય ટ્રસ્ટના સહયોગથી આહાર –આરોગ્ય મેળાને સફળ બનાવવા સક્રિય છે. સાંજની સાંસ્કૃતિક સભામાં આપ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી શકો છો. શની –રવિના રોજ આયુર્વેદ તજજ્ઞ પાસે નિ:શુલ્ક નિદાન પણ કરાવી શકો છો.