Rajkot News: કહેવાય છે કે શ્વાન માનવીનો સારો અને વિશ્વાસ પાત્ર પશુ માનવામાં આવે છે. પરતું ઘણીવાર આજ માનવ પ્રેમી પશુ માનવી માટે ખતરો સાબત થઈ શકે છે. રાજ્યના ઘણા શહેરોમાં રસ્તે રજળતા શ્વાનનો આતંક દિવસે અને દિવસે વધી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં  શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાને 5 વર્ષની બાળકને બચકા ભર્યા હતા. ગોંડલ ભાગોળે આવેલા રૂપાવટી ગામમાં આ ઘટના બની હતી. બે શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને મોઢાના ભાગે બચકા ભર્યા હતા. પ્રથમ ગોંડલમાં સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.


સુરતમાં શ્વાનનો કાળો કહેર


સુરત શહેરમાં કૂતરાનો કાળો કહેર જોવા મળ્યો છે. ડોગ બાઈટના સતત વધી રહેલા બનાવો ચિંતાનો વિષય છે. ડોગ બાઈટનું સૌથી વધુ જોખમ બાળકો પર છે. ડિસેમ્બર મહિનામાં ડોગ બાઈટના ત્રણ મોટા કિસ્સા સામે આવ્યા છે. મનપા દ્વારા ખસીકરણ યોજન કરવામાં આવે છે, પરંતુ ખસીકરણ બાદ યોગ્ય સ્થળ પર મૂકવામાં ન આવતાં ડોગ અસુરક્ષા અનુભવે છે. જેના કારણે શ્વાન હુમલા કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન સુરત સિવિલ અને સ્મીમેરમાં ડોગ બાઇટના અધધ કેસ નોંધાયા છે.


સુરત સિવિલ અને સ્મીમેરમાં નોંધાયેલા ડોગ બાઇટના કેસ



  • જાન્યુઆરીમાં સિવિલમાં 1205 જ્યારે સ્મીમેરમાં 678 કેસ નોંધાયા

  • ફેબ્રુઆરીમાં સિવિલમાં 990 જ્યારે સ્મીમેરમાં 586 કેસ નોંધાયા

  • માર્ચમાં સિવિલમાં 1062 જ્યારે સ્મીમેરમાં 711 કેસ નોંધાયા

  • એપ્રિલમાં સિવિલમાં 1031 જ્યારે સ્મીમેરમાં 707 કેસ નોંધાયા

  • મેમાં સિવિલમાં 976 જ્યારે સ્મીમેરમાં 641 કેસ નોંધાયા

  • જૂનમાં સિવિલમાં 796 જ્યારે સ્મીમેરમાં 510 કેસ નોંધાયા

  • જુલાઈમાં સિવિલમાં 692 જ્યારે સ્મીમેરમાં 445 કેસ નોંધાયા

  • ઓગસ્ટમાં સિવિલમાં 735 જ્યારે સ્મીમેરમાં 564 કેસ નોંધાયા

  • સપ્ટેમ્બરમાં સિવિલમાં 761 જ્યારે સ્મીમેરમાં 504 કેસ નોંધાયા

  • ઓક્ટોબરમાં સિવિલમાં 875 જ્યારે સ્મીમેરમાં 530 કેસ નોંધાયા

  • નવેમ્બરમાં સિવિલમાં 1010 જ્યારે સ્મીમેરમાં 634 કેસ નોંધાયા

  • ડિસેમ્બરમાં સિવિલમાં 938 જ્યારે સ્મીમેરમાં 754 કેસ નોંધાયા


નવસારી શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તે રખડતા શ્વાનનો આતંક દિવસે અને દિવસે વધતો જાય છે. શહેરના વિજલપોર વિસ્તરમાંતો શ્વાન દ્વારા 22 થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવતા લોકોમાં ભયનો મહોલ ફેલાયો છે. સ્થાનિકો દ્વારા પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતા પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.


બામણવેલ ગ્રામ પંચાયત બિલ્ડિંગ ઉદ્ધાટનની તારીખ ભાજપે જાહેર કરી, પણ ઉદઘાટન કર્યું કોંગ્રેસે