રાજકોટ: રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ પ્રેસ કોફરન્સ કરી હતી. રાજકોટ જિલ્લાનાં ઉપલેટામાં ભંગારના ડેલામાં થયેલ બ્લાસ્ટના મામલે પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસે વિસ્ફોટનો ભેદ ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી છે. રોકેટ આકારના સેલ તોડતી વખતે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધરપકડ કરેલ આરોપી તૌફિક હારૂન ડોસાણી અને મોહન પરબત જાદવની ધરપકડ કરી છે. 


પોલીસ તપાસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ગામ પાસેના પ્રતિબંધિત આર્મી ફાયરિંગ રેન્જની વસાહત ખાતેથી ફેરિયા પ્રતિબંધ વસ્તુઓ લઈ આવ્યા હોવાની આરોપીઓએ કબૂલાત આપી છે. 84MM HEAT AMMUNITION માંથી અને લીલા કલરની આર્ટિકલ TPT CELL નંગ 32 જેમાંથી એક્ષપ્લોઝીવ મળી આવેલ હતા. ભંગારમાં આવેલ સામગ્રી તોડતી વખતે બ્લાસ્ટ થતા રજાક કાણા અને તેના પુત્ર રઈશ કાણાનું મોત નીપજ્યું હતું. આર્મીના પ્રતિબંધિત વિસ્તારમાંથી રોકેટ લોંચરના ફાયરિંગ સેલ ભંગાર માટે ફેરિયા લઈ આપી ગયા હોવાનું આરોપીએ રટણ કર્યું છે. હાલ ઉપલેટા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 



રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી


ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે.  હવામાન  વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે.  28 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ. જ્યારે 29 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસશે ધોધમાર વરસાદની આગાહી છે.


દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હવે માત્ર 10 ટકા જ વરસાદની ઘટ છે.  મહેસાણામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.


સીઝનનો 82.40 ટકા વરસાદ


રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 82 ટકા અને મધ્ય ગુજરાતમાં 74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો છે.