રાજકોટઃ સૌરાષ્ટ્રને વધુ એક ભગવાન રામની જીવનના ચરિત્રની ભેટ. રાજકોટનું રામવનના આકાશી દ્રશ્યો એબીપી અસ્મિતા પર આવશે. આજી ડેમ પાસે 47 એકરમાં રામવન આકાર લઈ રહ્યું છે. રામાયણની થીમ પર રાજકોટમાં 'રામવન' આકાર લઇ રહ્યું છે. 98 % કામ પૂર્ણ,જન્માષ્ટમી પહેલા લોકો માટે ખુલ્લું મુકાઇ તેવી શક્યતા.


રામવનના નિર્માણમાં જુદી જુદી 55થી 60 વિવિધ પ્રજાતિનાં વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું. રામવનમાં ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ પ્રસંગોની ઝાંખી મુકવામાં આવી. ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ ગેઇટ,તો રામ ધનુષ આકાર મુખ્ય પ્રવેશ દ્વાર.





Surat : 19 લાખના હીરાની ચોરી કરનાર દંપતીની ધરપકડ, ચોરીને કેવી રીતે આપ્યો હતો અંજામ?
સુરતઃ હીરાના કારખાનામાંથી 19 લાખના હીરા ચોરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી છે. જે કારખાનામાં કામ કરતાં હતાં એ જ કારખાનમાંથી ચોરી કરી હતી. 31 કેરેટના 50 સેન્ટના હીરાની ચોરી કરી હતી. છેલ્લા દોઢ મહિનામાં છૂટક છૂટક કુલ 19 લાખના હીરા ચોર્યા. હીરા ચોરીને દલાલ મારફત વેચવા માટે આપી દીધા હતાં. કતારગામ પોલીસે દંપતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


ઓફિસમાંથી હીરા ગાયબ થઈ જતા માલિકે તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાકર્મીએ હીરા ચોર્યા હોવાનો ખુલાસો થયો હતો. કારખાનાના માલિક શૈલેષભાઈ છોટાળાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે દંપતીની ધરપકડ કરી લીધી છે. મહિલાનો પતિ  જવેલરીનું કામ કરે છે. જ્યારે મહિલા પટેલ ઈન્સ્ટ્રીયલમાં શ્રી જવેલર્સ નામના હીરાના કારખાનામાં હીરા ટેઇલી કરવાનું અને હીરાની ડેટ્રા એન્ટ્રી સહિતની કામગીરી કરતી હતી. 


દોઢ મહિનામાં કારખાનામાં હીરા ટેઇલી કરતી વખતે અલગ અલગ સમયે 31 કેરેટના 50 સેન્ટ વજનના 19 લાખના હીરા ગાયબ કરી નાંખ્યા હતા. માલિકે તપાસ કરતાં હીરા મહિલાએ ચોરી કરી પર્સમાં મુકી દીધા હતા. પછી ઘરે જઈ પતિને આપી દીધા હતા. પતિએ ચોરીના હીરા સસ્તામાં મહિધરપુરાના દલાલને વેચી દીધા હતા.