Rajkot Game Zone Fire: રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં મોતનો આંક 26 પર પહોંચી ગયો છે. હાલમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના થયા છો. આ ઉપરાંત કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હવે આ મામલે પીએમ મોદી સહિત વિવિધ રાજકીય આગેવાનોએ પ્રતિક્રિયા આપી છે. 


પીએમ મોદીએ રાજકોટ અગ્નિકાંડ મામલે દુખ વ્યક્ત કર્યું


 






રાજકોટમાં આગની ઘટનાથી અત્યંત વ્યથિત છું. મારી સંવેદનાએ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી


 






રાજકોટ (ગુજરાત)ના ગેમ ઝોનમાં થયેલા અકસ્માતથી અત્યંત વ્યથિત છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજી સાથે વાત કરી આ અકસ્માત અંગે જાણકારી મેળવી. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે અને ઘાયલોને સારવાર આપી રહ્યું છે. આ દુ:ખદ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમના પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

 

રાહુલ ગાંધીએ સંવેદના વ્યક્ત કરી અને આરોપીઓ સામે કાર્યવાહીની માગ કરી

 






ગુજરાતના રાજકોટના એક મોલના ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં માસુમ બાળકો સહિત અનેક લોકોના મોતના સમાચાર ખૂબ જ દર્દનાક છે.  હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે તમામ ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. કોંગ્રેસના કાર્યકર્તાઓને રાહત અને બચાવ કાર્યમાં વહીવટીતંત્રને શક્ય તમામ મદદ કરવા વિનંતી કરવામાં આવી છે. અને, ગુજરાત સરકાર અને વહીવટીતંત્ર આ ઘટનાની ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ કરે અને તમામ શોકગ્રસ્ત પરિવારોને ઝડપી ન્યાય આપે તેવી અપેક્ષા છે.


દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું




રાજકોટના મોલમાં આગની આ ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના, ભગવાન તમામ પરિવારોને હિંમત આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે.


સીએમ ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું,


 




રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.