રાજકોટમાં હિંદુ યુવકને 25થી વધુ લોકોએ ટોળું કરીને માર માર્યો હોવાનો  આરોપ લાગ્યો છે. ઇન્સ્ટાગ્રામમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાતા વિધર્મી 25થી વધુ લોકોએ 5 હિન્દુ યુવાન પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. હિંદુ યુવકે સોશલ મીડિયામાં ધાર્મિક ટિપ્પણી કરી હોવાથી ટોળાએ માર મારીને તેની સમક્ષ ધાર્મિક ટિપ્પણી દૂર કરવાની માંગ કરવામાં આવી. યુવકે આરોપ લગાવ્યો કે સોશલ મીડિયામાં પોસ્ટ દૂર કરતા માર મરાયો. આ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


કિશન ભરવાડ હત્યા કેસની તપાસ ગુજરાત એટીએસને સોંપવામાં આવી


અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસની તપાસ ગુજરાત એટીએસને સોંપવામાં આવી છે.  હત્યા કેસમાં પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે.  જેમાં સામેલ છે અમદાવાદનો એક મૌલવી અને ઈમ્તિયાઝ અને શબ્બીર નામનો આરોપી છે. આરોપી મૌલાના મહોમદ આયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં રજુ કરશે. સાંજે ચાર વાગ્યાની આસપાસ કોર્ટમાં રજૂ કરાશે. આ સાથે હત્યા કેસનું રાજકોટ કનેક્શન પણ સામે આવ્યું છે. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. તેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસ રાજકોટ પહોંચી રાજકોટના ક્રાઈમબ્રાંચની સાથે મળી તપાસ હાથ ધરી છે. 


હત્યા કેસમાં અત્યાર સુધીમાં પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી શબ્બીર કટ્ટર વિચાર ધરાવનારો છે.  તે અમદાવાદ અને દિલ્લીના મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. બંને મૌલવીઓએ તેને ધર્મની બાબતમાં ઉશ્કેર્યો હતો.  એવામાં કિશને 6 જાન્યુઆરીના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેને લઈ તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી.  જો કે, તેને જામીન મળી જતાં શબ્બીર ગુસ્સે ભરાયો હતો. શબ્બીર અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી મહંમદ ઐયૂબ યુસુફભાઈ જાવરાવાલાને મળ્યો. આ મૌલવીએ જ કિશનની હત્યા માટે શબ્બીરને એક પિસ્તોલ અને 5 કાર્ટિસની વ્યવસ્થા કરી આપી હતી.  બાદમાં શબ્બીર, ઈમ્યિતાઝ સાથે મળી 25 જાન્યુઆરીની સાંજે 5 વાગ્યે કિશનની ધંધુકા શહેરના મોઢવાડાના નાકે ફાયરિંગ કરી હત્યા કરી નાંખી હતી.  ત્યારે કેસમાં મૌલાના મહોમદ આયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં સાંજે ચાર વાગ્યે રજૂ કરાશે.