સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બે દિવસ સોમવાર અને મંગળવારે બંધ રહેશે. 2 ટકા ટીડીએસ કપાવવાના વિરોધમાં યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજથી 1 કરોડની રોકડ ઉપાડ પર 2 ટકા ટીડીએસ કપાશે. મંગળવાર બાદ યાર્ડ શરૂ થશે કે કેમ તે નિર્ણય બાદમાં લેવાશે.
માર્કેટ યાર્ડના વેપારીઓએ સરકારને વિનંતી કરી ટીડીએસ કપાત માંથી માર્કેટ યાર્ડને બાદ કરવા રજુઆત કરી છે.