ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોરોનાના કારણે થતાં મોતનો કડો પણ વધી રહ્યો છે ત્યારે રાજકોટ કોવિડ હોસ્પિટલમાં જીવલેણ વાયરસથી વધુ 15 લોકોનાં મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાના આ તમામ દર્દીઓ રાજકોટ સિવિલ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા હતા. સત્તાવાર રીતે આપેલી માહિતી પ્રમાણે રાજકોટ સિવિલ કોવિડ કેર સેન્ટરમાંરાજકોટ શહેરના 9 વ્યક્તિના, જિલ્લાના 2 અને અન્ય જિલ્લાના 4 લોકો મોત સાથે આજે કુલ 15 લોકોનાં મૃત્યુ થયા છે. આ પૈકી એક મહિલાનો રિપોર્ટ આવે તે પહેલાંજ મોત નિપજ્યું હતું.
બીજી તરફ રાજકોટ સેન્ટ્રલ મધ્યસ્થ જેલમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે અને એકસાથે 23 કેદીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામકેદીના ગઈ કાલે રાત્રે રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામ કેદીને આઇસોલેટ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. આ આ ઉપરાંત આ કેદીઓના સંપર્કમાં આવેલા પોઝિટિવ દર્દીઓનું પણ કોન્ટેક ટ્રેસિંગ શરૂ કરાયું છે.
રાજ્યમાં આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3177 કેસ સામે આવ્યા છે, જેમાંથી 65 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યું છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા શનિવારના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 77,663 પર પહોંચી છે અને મૃત્યુઆંક 2767 પર પહોંચ્યો છે. જ્યારે 60,537 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં એક જ હોસ્પિટલમાં કોરોનાથી 15 દર્દીનાં મોત થતાં ખળભળાટ, 23 કેદીના રીપોર્ટ પણ પોઝિટિવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2020 03:42 PM (IST)
કોરોનાના આ તમામ દર્દીઓ રાજકોટ સિવિલ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -