રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવી ગયા છે. જોકે, આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 4177 થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં કોરોનાની સૌથી વધુ ખરાબ સ્થિતિ રાજકોટની છે. રાજકોટમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 1571 છે. સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં એક્ટિવ કેસો 50થી વધુ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટને બાદ કરતાં પાંચ જિલ્લામાં તો 300થી વધુ કેસો છે. જેમાં જામનગરમાં 376, ભાવનગરમાં 371, અમરેલીમાં 350, કચ્છમાં 332, સુરેન્દ્રનગરમાં 318 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત 3 જિલ્લામાં 100થી વધુ એક્ટિવ કેસો છે. જેમાં જૂનાગઢમાં 258, મોરબીમાં 242, ગીર સોમનાથમાં 129 એક્ટિવ કેસો છે. આ સિવાય બોટાદમાં 99, દેવભૂમિ દ્વારકામાં 75 અને પોરબંદરમાં 56 એક્ટિવ કેસો છે.
District Name Active Positive Cases Cases Tested for COVID19 Patients Recovered People Under Quarantine Total Deaths
Amreli 350 24509 644 9496 13
Bhavnagar 371 47477 1897 4801 39
Botad 99 11769 321 161 5
Devbhoomi Dwarka 75 12942 74 32 4
Gir Somnath 129 16811 658 4560 9
Jamnagar 376 42418 1355 5359 24
Junagadh 258 37406 1195 7570 24
Kutch 332 25148 697 4731 28
Morbi 242 16053 467 474 13
Porbandar 56 11852 185 1265 4
Rajkot 1571 63902 2108 7275 74
Surendranagar 318 27268 758 4640 8
Total 4177 337555 10359 50364 245