રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરાના વકરી રહ્યો છે. આ બધાની વચ્ચે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં વધુ 14 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. જોકે, ડેથ ઓડિટ પછી કોરોનાને કારણે મોત થયા છે કે નહીં તે જાણવા મળશે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લાના આઠ, સોમનાથના 2, મોરબીના એક, સુરેન્દ્રનગરના એક અને પોરબંદરના એક દર્દીનો સારવાર દરમિયાન મોત થયું છે. સરકાર ડેથ ઓડિટ બાદ આંકડાઓ જાહેર કરશે.
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેરઃ રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં 14 દર્દીઓના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2020 10:05 AM (IST)
રાજકોટ શહેર અને જિલ્લાના આઠ, સોમનાથના 2, મોરબીના એક, સુરેન્દ્રનગરના એક અને પોરબંદરના એક દર્દીનો સારવાર દરમિયાન મોત થયું છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -