પુલવામા થયેલા આતંકી હુમલાની ગંભીર નોંધ લેતાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ હરકતમાં આવી ગયું છે અને તેમને SCA દ્વારા પાકિસ્તાનનું નામ બેનરમાંથી કાઢી નાખ્યું છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના SCAમાં મુખ્ય 6 દેશોના નામની પ્લેટ લગાવવામાં આવી હતી. જેમાં સૌથી પ્રથમ ઈન્ડિયા ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થતો હતો. પરંતુ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનનું નામ SCAના બેનરમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.