કોરોના વાયરસનું સંક્રમણ વધતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માત્ર 50 ટકા કર્મચારીઓ સાથે યુનિવર્સિટીનું કામકાજ ચાલશે. અન્ય 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરશે.
આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટના ફોર્મનું આવતીકાલથી વેરિફિકેશન નહીં થઈ શકે. પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓએ આગામી 9 તારીખ સુધીમાં ઓનલાઈન ફી ભરવાની રહેશે.