રાજકોટઃ રાજકોટઃ સૌરાષ્ટ્રમાં હમણાં એક સોગંદનામાનો મુદ્દો ચર્ચામાં છે. આ સોગંદનામું ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના નામે ફરતું થયું છે. આ સોગંદનામા દ્વારા દાવો કરાયો છે કે, લલિત વસોયાએ લોકોને વચન આપેલું કે, પોતે ધારાસભ્ય તરીકે ચૂંટાશે તો 135નો રૂપિયા 12માં મળતા માવાનો ભાવ સરકાર પાસે 5 રૂપિયા કરાવીને પછી જ બીજું કામ કરીશ.


આ સોગંદનામા અંગે કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું છે કે, મારા નામે આ  ફેક સોગંદનામુ ફરતુ થયું છે. મેં સોગંદનામું કર્યું હતું કે, ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો જે પગાર મળે છે તે તમામ રકમ  ગરીબ પરિવારોની આરોગ્ય સુવિધા માટે વાપરીશ.


કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ  કહ્યું કે, મારા સારા કામની કદર કરવાની બદલે સોગંદનામામાં ફેરફાર કરાયા છે અને 5 રૂપિયામાં માવો મળશે એવું ખોટું સોગંદનામું ફરતું કરીને મને બદનામ કરવાનો પ્રયત્ન કરાયો છે. જો કે મારા વિસ્તારના લોકો બધુ જાણે છે. હું મારો પગાર લોકો માટે વાપરું છું અને ગાંધીનગરમાં લોકોને રહેવાની સુવિધા પૂરી પાડુ છું. આ પ્રકારનું ખોટું સોગંગનામ  કરીને ટીખળખોર ટોળકીએ પોતાની માનસિકતા છતાી કરી હોય તેમ લાગે છે. હું ચૂંટાયો તેથી  ધોરાજી ભાજપ દાઝી ગયેલુ છે તેથી આવી હરકતો કરે છે.


હાલમાં ફરી રહેલા પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાયેલા સોગંદનામામાં લખાણ છે કે, હું લલીત વસોયા સોગંદ લઉં છું કે જો હું ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાઈ આવીશ તો હું 135 વાળા માવાના 12માંથી 5 રૂપિયા સરકાર પાસે કરાવીને પછી જ બીજું કામ કરીશ.


આ સોગંદનામા પર 18 નલેમ્બર, 2017ની તારીખ છે અને લલિત વસોયાનો ફોટો તથા તેમની સહી પણ છે. આ સોગંદનામું મૂળ સોગંદનામામાં ઉફરનું લખાણ બદલીને નકલી બનાવાયું હોય એવું લાગે જ છે.


Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલ મેટ્રો બ્રાન્ડ્સનો IPO આજથી ખુલશે, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ


Defence Ministry Recruitment 2021: સંરક્ષણ મંત્રાલયમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો વિગતે


SBI CBO Recruitment 2021: એસબીઆઈમાં સર્કલ આધારિત અધિકારીઓની 1226 જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતે


રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારાતા અમદાવાદમાં તબીબોએ હડતાળ કરી પૂર્ણ


ગાંધીનગરઃ આ તારીખથી 10 હજાર સિનિયર સરકારી ડોક્ટર્સ જશે હડતાળ પર, જાણો વિગત