રાજકોટઃ હવે સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટમાં વધી રહેલા સંક્રમણને રોકવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા સુપર સ્પ્રેડર્સનું હેલ્થ ચેકઅમપ કરવામાં આવશે. અમદાવાદમાં આ પદ્ધતિ સફળ થતા રાજકોટમાં પણ આવી રીતે ચેકિંગ શરૂ કરવામાં આવશે.


આવતી કાલથી રાજકોટમાં 4500 ફેરિયાનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. શંકાસ્પદ જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ નોર્મલ આવે તો જ પાસ ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, જે ને પાસ ઇસ્યુ કરવામાં આવશે તે જ શાકભાજી વેચી શકશે. નોંધનીય છે કે, ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે કોરોનાના સંક્રમણ મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી.