Ram Mandir: રાજકોટમાં સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યા મંદિરના મહંતકમલ નયનદાસજી રાજકોટમાં આવ્યા છે. મહંત કમલ નયનદાસજીના ઉતરાધિકારી નિત્ય કમલદાસજી પણ રાજકોટ પહોંચ્યા છે.


રાજકોટમાં અયોધ્યા રામ મંદિરના મહંત કમલનયનદાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રામ મંદિર 500 વર્ષના સંઘર્ષની કહાની છે. અયોધ્યા રામ મંદિર આંતકવાદીઓએ તોડી પડ્યું હતું. 2 નવેમ્બરનો એ દિવસ અમને યાદ છે. હવે મંદિર તૈયાર છે અને ભગવાન પરિજનો સાથે ફરી બિરાજમાન થશે. દેશભરમાં રામ ભક્તોમાં ઉત્સાહ છે. 22 તારીખે રામ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ હોવાથી અયોધ્યા આવી રહ્યા છે.


અયોધ્યા ખૂબ જ નાની હોવાથી દરેક રામ ભક્તોને પોતાના જ ગામમાં ઉજવણી કરવા અપીલ છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તો અયોધ્યામાં નહિ સમાવેશ થાય જેથી લોકોની વચ્ચે જ ઉજવણી કરવા અપીલ છે.


અયોધ્યા રામ મંદિરના મુખ્ય મહંત કમલનયનદાસજી મહારાજે જણાવ્યું કે, અગાઉની સરકારે લાવેલું મંદિર વિધાયક દૂર કરવાની માંગ કરુ છું. મંદિરોમાં આવેલા દાનના રૂપિયા સરકાર પાસે જાય અને ત્યાં થી અન્ય કોમમાં જઇ રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં હિંદુઓને ઈસાઇ બનાવવામાં આવ્યા છે. ધારા 30 અને મંદિર વિધેયક હટાવવાનો સમય આવી ગયો છે. આ જવાહરલાલ નહેરૂની દેન છે.


મહંત કમલનયનદાસજી મહારાજે ધારા 30 A અને ધારા 30 બંને હટાવવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, મંદિરોનું દાન મંદિરમાં જ રહેવુ જોઈએ. આ દેશના તમામ મંદિરો માટે હું વાત કરું છું. મંદિરોનું દાન બીજા ધર્મના ઉપયોગ માટે આવે એવું અમે ઇચ્છતા નથી.


ધિરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન


યોધ્યામાં ભગવાન રામ મંદિરના ઉદ્ઘાટન માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેને અત્યાર સુધીના તમામ સનાતીઓની સૌથી મોટી જીત ગણાવી છે. તેમણે કહ્યું કે આ તહેવાર દિવાળી કરતાં ઘણો વધારે છે. તેમણે કહ્યું કે ભગવાન રામ રાજકારણનો વિષય નથી. રાજનીતિ ધર્મથી નથી ચાલતી પણ રાજનીતિ ધર્મથી ચાલે છે.


બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, "ભગવાન રામ એ રાજકારણનો વિષય નથી. રાજકારણ ધર્મથી ચાલે છે, રાજકારણથી ધર્મ નથી. ભારતની જનતા જાગૃત છે. તમારા મત પ્રમાણે મત આપો. રાષ્ટ્રહિતમાં મત આપો. ભારત કેવી રીતે બની શકે? વિશ્વ નેતા?" ભારતનો વિકાસ કેવી રીતે થવો જોઈએ? તમારી મરજી મુજબ મતદાન કરો. રામ એ રાજકારણનો વિષય નથી, રામની પોતાની નીતિ છે.. ગૌરવ, એકતા, સાર્વભૌમત્વ અને રામજીની પોતાની નીતિ જ વિશ્વમાં શાંતિ છે.. જેઓ રાજનીતિની વાત કરીએ છીએ આ મૂર્ખતા છે.