રાજકોટ પછી સૌરાષ્ટ્રના કયા કયા લોકમેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ? જાણો વિગત

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ મહિનામાં તેમજ ભાદરવા મહિનામા યોજાતા મેળા આ વખતે બંધ રહેશે. તરણેતરનો મેળો પણ બંધ રહેશે.

Continues below advertisement
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજકોટ-પોરબંદર પછી હવે સુરેન્દ્રનગરમાં પણ શ્રાવણ મહિનામાં યોજાતા મેળા અને તરણેતરના મેળા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોના મહામારીને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ મહિનામાં તેમજ ભાદરવા મહિનામા યોજાતા મેળા આ વખતે બંધ રહેશે. તરણેતરનો મેળો પણ બંધ રહેશે. શ્રાવણ મહિનો તેમજ ભાદરવા મહિનામાં અંદર સૌરાષ્ટમાં નાના મોટા મેળા યોજાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાનગઢ, તરણેતરના મેળા થતા હોય છે. શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના મેળાનું અનેરું મહત્ત્વ હોય છે. ચાર દિવસ યોજાતા આ મેળામાં ફરવા માટે બહારથી મોટી સંખ્યામાં અહીયા આવતા હોય છે. જ્યારે આ મેળા થકી લોકોને સારી એવી આવક પણ થતી હોય છે. સાથે આ મેળાનું આયોજન જે તે વિસ્તારમાં આવેલ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે. જેનાથી નગરપાલિકાને પણ સારી આવક થતી હોય છે. ત્યારે આ વખતે કોરોનાના કારણે જિલ્લામાં એક પણ મેળા નહીં થઈ શકે તે માટે જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે જિલ્લામાં યોજાતા આ મેળામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને મેળા ની મજા માણતા હોય છે.
Continues below advertisement
Sponsored Links by Taboola