સોમનાથઃ પ્રભાસ પાટણના રહેવાસી સુરેન્દ્રસિંહ જાડેજા(સુરૂભા)ને 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિનના પર્વ નિમિતે રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરૂભા 1979માં જોડાઈને ક્રમશઃ હોમગાર્ડ્ઝ સભ્ય એન.સીઓ. સેક્શન લીડર, પ્લાટુન સાર્જન્ટ અને હાલમાં કંપની સાર્જન્ટ મેજરના હોદ્દા ઉપર રહી પ્રભાસ પાટણના યુનિટના ઓફિસર કમાન્ડીંગ હોમગાર્ડ્ઝની ફરજ અદા કરી રહેલ છે.
સુરુભાને વર્ષ 2008માં હોમગાર્ડ્ઝ સુવર્ણ જયંતિનો એવોર્ડ, 2009માં મુખ્યમંત્રી એવોર્ડ અને વર્ષ 2019માં રાષ્ટ્રપતિ મેડલથી નવાજવામાં આવ્યા છે. સુરુભા 1980માં સોમનાથ ટ્રસ્ટમાં સામાન્ય ગાર્ડ તરીકે જોડાયા હતા અને આજે ટેમ્પલ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.