રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્રમા આજથી ક્રિકેટ ફિવર છવાયેલો જોવા મળશે. ઇંડિયાની ક્રિકેટ ટીમના ચાર ખેલાડીઓ આજે  શનિવારે સવારે રાજકોટ આવી પંહોચ્યા હતા. ગૌતમ ગંભીર, ઇશાંત શર્મા, અમીત મીશ્રા અને જયંત યાદવ રાજકોટ એરપોટ પર આવી પંહોચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે બાકીના ખેલાડીઓ પણ રાજકોટ આવી પંહોચશે. રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ખાતે પ્રથમવાર આગામી 9 થી 13 નવેમ્બરના સુઘી ઇંડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાનો છે. રવિવારના દિવસે ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પંહોચશે.