રાજકોટઃ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો છે. મુંબઈથી આવેલ 38 વર્ષના યુવાનનો કોરનોા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


મુંબઈથી 12 તારીખેત રાત્રે 8 કલાકે ઉપલેટા પરિવારના બે સભ્યો સાથે યુવક આવ્યો હતો. કોલકી રોડ પર આવેલ મનદીપ ઓઇલ મીલ સામેના વિસ્તારની શાંતિવન સોસાયટીમાં આવ્યો હતો આ યુવાન. યુવાન પોતાના મામાના ઘરે આવ્યો હતો. ઉપલેટામાં પ્રથમ પોઝિટિવ કેસ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે.

ઉપલેટામાં કેસ આવતા રાજકોટ CDHO સહીતનો મેડિકલ સ્ટાફ મોડીરાત્રે ઉપલેટા પહોંચી ગયો હતો. રિપોર્ટ આવ્યા બાદ યુવાન સહિત પરિવારના 8 સભ્યોને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતની વાત કરીએ તો સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં ગુરુવારે સાંજે છેલ્લા 24 કલાકમાં વધુ 20 લોકોનાં મોત થયા છે. જેમાંથી 7નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 13નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. અમદાવાદમાં 19 અને સુરતમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 9592 કોરોના કેસમાંથી 43 દર્દી વેન્ટિલેટર પર છે અને 5210 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3753 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 124709 ટેસ્ટ થયા જેમાંથી 9592 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.