રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર સિંહ પરિવાર જોવા મળ્યો હતો. ગોંડલ પંથકમાં ફરી એકવાર સિંહે ધામા નાખ્યા છે. સુલતાનપુર ગામ પાસે સિંહ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. થોડા દિવસો પહેલા પણ ઉમવાળા ગામની સિમ વિસ્તારમાંથી ૩ સિંહ જોવા મળ્યા હતા અને જે બાદ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.  સિંહોને પકડી જૂનાગઢ ખાતે છોડી મુકાયા હતા. પરંતુ સિંહ પરિવાર ફરી એકવાર ગોંડલ પંથકમાં જોવા મળતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છે.


રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક






રાજકોટમા અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. શહેરના માધાપર ધાર વિસ્તારમાં અસામાજિક તત્વોએ મહિલા પર હુમલાનો પ્રયાસ કર્યાનો આરોપ લાગ્યો છે. દારૂના નશામાં શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પથ્થરમારો કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને અસામાજિક તત્વો સામે વિરોધ નોંધાવ્યો છે હતો.


રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાયો 


રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતાં સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હાલ ઓમિક્રોંનના બે દર્દીઓ સારવાર હેઠળ છે. 


આ સિવાય ગાંધીનગરમાં બે અને સુરતમાં બે ઓમિક્રોન શંકાસ્પદ આવ્યા છે. સુરતમાં ઓમીક્રોનના વધુ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. કેનેડા અને યુકેથી આવેલા બે લોકોના સેમ્પલ લેવાયા હતા. વેસુનો આધેડ અને પારલે પોઇન્ટનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા દોડધામ થઈ ગઈ હતી. જીનોમ સિક્વનસિંગ માટે મોકલવામાં આવ્યા. આ કેસમાં 43 લોકો ના સેમ્પલ લેવાયા. તમામ ના રિપોર્ટ પેન્ડિંગ આવ્યા છે. 


ગાંધીનગરમા તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું હતું. બંને વિધાર્થીઓના સેમ્પલ ઓમીક્રોન પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. બંને યુવકો 9 દિવસ પહેલાં જ ગાંધીનગર આવ્યા હતા. બંને સ્ટુડન્ટે કોરોના રસીના એક-એક ડોઝ લીધેલા છે.


સુરતમાં કોરોનાનો કાળો કેરઃ બે ઓમીક્રોન શંકાસ્પદ આવ્યા, સ્કૂલોમાં પણ થઈ કોરોનાની એન્ટ્રી


કોરોનાના કેસ વધતા ગુજરાતમાં મોટો નિર્ણય, 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં કરાયો ફેરફાર


India Corona Cases: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા Covid-19 કેસ ? Omicron નો આંકડો કેટલા પર પહોંચ્યો


1 જાન્યુઆરીથી ATMમાંથી રોકડ ઉપાડવા અને જમા કરવા મોંઘા પડશે, જાણો કેટલો લાગશે ચાર્જ