રાજકોટ: હવામાન વિભાગમાં ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ ભીંજાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસમાં 2થી 10 ઈંચ સુધી વરસાદ પડે તેવી સંભાવના છે. 10 તારીખે ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આજથી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ તરફનું ડિપ ડિપ્રેશનની તીવ્રતા ઘટી ગઈ છે. જે લો પ્રેશરમાં પરિવર્તિત થવાની સંભાવના છે. જોકે હાલ આ ડિપ્રેશન 40 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે અને 2થી 10 ઈંચ વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન ખાતાના પ્રમાણે, શુક્રવાર અને શનિવારે બે દિવસ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. હાલ જે વરસાદની સિસ્ટમ છે તે ઉત્તર પુર્વ મધ્યપ્રદેશ તરફ છે અને પશ્ચિમ દિશા તરફ વધી રહ્યું છે.

સક્રિય સિસ્ટમ પ્રમાણે, વરસાદ મધ્ય ગુજરાતથી શરૂઆત થશે. સાર્વત્રિક વરસાદ 2થી 5 ઈંચ સુધી રહેશે. જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં 5 ઈંચથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.