મળતી વિગતો પ્રમાણે જેસરના ઉગાલવાણ ગામમાંથી વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. એક પુરુષ અને બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 58 વર્ષીય પુરુષ, 55 વર્ષીય મહિલા અને 20 વર્ષય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ પોઝિટિવ કેસ સાથે સુરતથી પોતાના વતન બસમાં સાથે બેસીને આવ્યા હતા.
કોરોના પોઝિટિવ આવેલા ત્રણે લોકોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર વધુ ત્રણ કેસ પોઝિટિવ આવતા પોઝિટિવ આંક 106 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા છે.