રાજકોટઃ ગોંડલ નેશનલ હાઇવે પર બિલિયાળાના પાટિયા પાસે આજે વહેલી સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. કપાસ ભરેલી ટ્રક અને i10 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત પછી બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. કારની આગમાં 3 મહિલાઓ જીવતી ભૂંજાઇ ગઈ હતી. જ્યારે કાર ચાલક દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં ગોંડલ પાલિકાનાં એમ્બ્યુલન્સ, હાઇવે ઓથોરિટી અને ગોંડલ તાલુકા પોલીસ તેમજ 2 ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી વાહનો પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયાં હતાં. ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી, આ સમયે જ ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇવે ક્રોસ કરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મહિલાના મોત નીપજ્યા છે. કારમાં સવાર ગોંડલનો પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકના નામ
રસિકબા ભીખુભા જાડેજા ઉંમર 62 વર્ષ
રસિકબા કિશોરસિંહ રાયજાદા ઉમર 80 વર્ષ
મુકુંદબા મહેશસિંહ રાયજાદા ઉંમર 45 વર્ષ
ગોંડલઃ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પછી ફાટી નીકળી આગ, કારમાં સવાર 3 મહિલા જીવતી ભૂંજાઇ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jan 2021 10:03 AM (IST)
ગોંડલ હાઇવે પર કપાસ ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં 3 મહિલાના મોત. અકસ્માત પછી ફાટી નીકળી હતી બંને વાહનોમાં આગ.
તસવીરઃ કપાસ ભરેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં 3 મહિલાના મોત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -