રાજકોટ શહેરના અમીનમાર્ગ , પ્રદ્યુમનનગર અને કેવલમ સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે જ્યારે રાજકોટ ગ્રામ્યમાં કોટડાસંઘાણી તાલુકામાં 18 વર્ષીય યુવતી અને 24 વર્ષીય યુવક તેમજ જામવાડી ગોંડલમાં 18 વર્ષીય યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટ શહેરના 83 અને ગ્રામ્યના 22 મળી રાજકોટમાં કોરોના પોઝિટિવ આંક 105 ઉપર પહોંચી ગયો છે.
નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ ભાવનગરમાં છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં 120 કેસ નોંધાયા છે. આ સિવાય ગીર સોમનાથમાં 44, જામનગરમાં 52, બોટાદમાં 58, જૂનાગઢમાં 27 અને સુરેન્દ્રનગરમાં 31 કેસ નોંધાયા છે. આ જિલ્લાને બાદ કરતાં અમરેલીમાં 8, દ્વારકામાં 12, મોરબી 3 અને પોરબંદરમાં 8 કેસ નોંધાયા છે.