ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. આજે ભાવનગર જિલ્લામાં કોરોનાના વધુ 12 કેસો સામે આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભાવનગર શહેરમાં 9 અને જિલ્લામાં ત્રણ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરી વિસ્તારમાં 9 કેસ તો બે વલ્લભીપુર અને એક તળાજામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.


આજે ચાર મહિલા અને 8 પુરુષોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ભાવનગર જિલ્લામાં કોરોનાનો આંક 299એ પહોંચી ગયો છે, તો 114 એક્ટિવ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 15 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 170 લોકો સાજા થયા છે. આજે રાજકોટમાં પણ કોરોનાના 4 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરના અમીન માર્ગ , ઇન્દિરા શર્કલ , ગોંડલ ચોકડી અને પંચાયત નગર વિસ્તારમાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 189 પર પહોંચ્યો છે.

આજે સુરેન્દ્રનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં - ૧, વઢવાણ શહેરી વિસ્તારમાં - ૨, ધ્રાંગધ્રા તાલુકામાં - ૨, લીંબડી તાલુકામાં - ૫ સહિત ૧૦ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક ૧૭૯ થયો છે.