ભીષણ ગરમી વચ્ચે રાજકોટમાં પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો હતો. રાજકોટમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આકરા તાપના કારણે સરકારી સ્કૂલોનો સમય પણ સવારનો કરાયો છે. જાહેર સ્થળોએ ORS-છાશ વિતરણ કેંદ્રો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. દવાનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવા સૂચના આપવામાં આવી છે.

Continues below advertisement

સોમવારે રાજકોટમાં ઉનાળાની સીઝનનું રેકોર્ડ બ્રેક 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.આકાશમાંથી જાણે અગન જ્વાળાઓ વરસી રહી હોય તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. આકરા તાપના કારણે શહેરમાં બપોરના સમયે તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારી શાળાઓનો સમય સવારનો કરાયો છે. એટલે બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવા સૂચના અપાઈ છે. જ્યારે જાહેર સ્થળોએ લોકો માટે ORS અને છાશ વિતરણ કેંદ્રો શરૂ કરવા માટે નિર્દેશ અપાયા હતા. હીટવેવની સ્થિતિ વચ્ચે ઝાડા, ચક્કર સહિતના કેસો પણ વધતા હોય છે ત્યારે આરોગ્ય કેન્દ્રો, દવાખાનાઓમાં દવાઓનો સ્ટોક પૂરતી માત્રામાં રાખવાના નિર્દેશ અપાયા હતા. ભીષણ ગરમીના કારણે અમદાવાદમાં ઈમરજન્સીના કેસમાં વધારો કરાયો હતો. 10 દિવસમાં 108ને ગરમીને લગતા કેસોના 232 કોલ મળ્યા હતા. 10 દિવસમાં હીટસ્ટ્રોક સહિત વિવિધ રોગના 232 કેસ નોંધાયા હતા. ડિહાઈડ્રેશન, ઝાડા-ઉલટી, પેટના દુઃખાવાના 108ને 232 કોલ મળ્યા હતા. રાજ્યમાં વિવિધ પ્રકારની ઈમરજંસીના 902 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 28 માર્ચે સૌથી વધુ 26 કોલ મળ્યા હતા.

આગામી દિવસોમાં પણ ચામડી દઝાડતી ગરમી પડવાની આગાહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છમાં સિવિયર હીટવેવની વચ્ચે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું હતું. સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં આવતીકાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોટાદ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સોમવારે 44.2 ડિગ્રીમાં રાજકોટના લોકો શેકાયા હતા. સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી, અમરેલીમાં 43.9, ગાંધીનગરમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આકરી ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ પર કફર્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો. તાપના ટોર્ચરથી બચવા માટે બપોરના સમયે લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.

Continues below advertisement