રાજકોટ: શુક્રવારે બપોરે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા સમર્થ કોમ્પલેક્સના પાર્કિંગમાં આવેલી સિક્યુરિટી ગાર્ડની ઓરડીમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. ઓરડીમાં સૂતેલા સિક્યુરિટી ગાર્ડની પુત્રી અને પુત્ર આગમાં ભડથું થઈ ગયા હતાં. આગ લાગતાં એપાર્ટમેન્ટ લોકો દોડી આવ્યા હતાં. લોકોએ તાત્કાલિક ફાયરને જાણ કરી હતી.
બીગ બાઝાર પાછળ રાજરેસિડેન્સી પાસે આવેલા ત્રણ માળના સમરથ એપાર્ટમેન્ટના પાર્કિંગની ઓરડીમાં રહેતા અને એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતાં નેપાળી સાગર ચનઠાકોર અને તેની પત્ની ચાંદનીબેન કામ પર અન્ય સ્થળે ગયા હતા. ત્યારે તેમના બે બાળકો સૃષ્ટી અને પુત્ર લક્ષ્મણ ઓરડીમાં સૂઈ રઈ હતાં. બંને બાળકો એકલા ઓરડીમાં હોય ઓરડીની બહાર જ વાહનો પાર્ક થતાં હોય બાળકોને અકસ્માત નડે નહીં તે માટે માતા-પિતા ઓરડીને બહારથી લોક કરીને ગયા હતા.
બપોરના બે વાગ્યાના અરસામાં ઓરડીમાં આવેલા ઈલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે પળવારમાં ઓરડીને લપેટમાં લઈ લીધી હતી અને આગના લબકારા કોમ્પલેક્સની બહાર દેખાતાં લોકોના ટોળાં આવી પહોંચ્યા હતાં. ઓરડીમાં આલ લાગ્યા અંગે જાણ થતાં ફાયરબ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ફાયર બ્રિગેડ સ્ટાફ દરવાજાનું લોક તોડીને અંદર પ્રવેશ કરતાં જ માસૂમ સૃષ્ટી અને લક્ષમણ ગંભીર રીતે દાઝી ગયેલા હતાં જેમની હાલત બહુ જ ખરાબ હોવાને કારણે તાત્કિલાક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. પરંતુ ટૂંકી સારવાર બાદ બંને બાળકોનાં મોત નીપજ્યાં હતા.
આ ઘટના બાદ નેપાળી ચોકીદારે જણાવ્યું હતું કે, તેઓ બહાર કામ હોવાથી બંને બાળકોને રૂમમાં મૂકી દરવાજો બહારથી લોક કરીને ગયાં ગયાં હતાં. ત્યારે થોડી વાર પછી જ તેમની પત્ની કામ પરથી આવવાની હોવાથી રૂમને લોક માર્યું હતું.’ મહત્વનું છે કે, આ સમયગાળામાં જ દુર્ઘટના સર્જાઈ હતી અને બંને બાળકોના રૂમમાં જ મોત નીપજ્યા હતા. આ નેપાળી પરિવાર 1લી જાન્યુઆરીએ પોતાના વતન જવાનો હતો.
રાજકોટના એપાર્ટમેન્ટમાં આગ લાગતાં બે બાળકોનાં મોત, કેવી રીતે થયા બે માસૂમ બાળકોનાં મોત? જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
28 Dec 2019 08:43 AM (IST)
ઓરડીમાં સૂતેલા સિક્યુરિટી ગાર્ડની પુત્રી અને પુત્ર આગમાં ભડથું થઈ ગયા હતાં. આગ લાગતાં એપાર્ટમેન્ટ લોકો દોડી આવ્યા હતાં. ટૂંકી સારવાર બાદ બંને બાળકોનાં મોત નીપજ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -