મોરબી: મોરબીના ખારચિયા ગામ પાસે આવેલ બાયઝોનિક લાઈફ સાયન્સ નામના કારખાનામાં ગોજારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. ખારચિયા ગામે કારખાનામાં ગૂંગળામણથી બે શ્રમિકના મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્લાન્ટ બંધ હોય જેની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકો પૈકી બેના મોત થયા છે જ્યારે બેની સારવાર ચાલી રહી છે. મંગલ સોર અને અનંત ઘોસાલ નામના શ્રમિકના મોત થયા છે.


આજે સવારના સમયે આ બનાવ બન્યો હોવાની માહિતી સામે આવી છે. આ દુર્ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ  શ્રમિકોના મોત મામલે કારખાનાદારે કોઈ પ્રતિક્રિયા આપી નથી. કારખાનાદાર દ્વારા શ્રમિકોના મૌન મામલે ચૂપી સાધવામાં આવી છે. શું શ્રમિકોના મોતમાં સંચાલકની બેદરકારી  છે? બેદરકારીના કારણે શ્રમિક મોતને ભેટ્યા તેવા સવાલો ઉઠી રહ્યા છે.


કચ્છમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, પૂર્વ કચ્છ પોલીસે પંજાબના એક યુવકને MD ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. પંજાબના યુવક પાસેથી 64.20 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 21 લાખ 10 હજાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ડ્રગ્સ કેસમાં અન્ય બે આરોપીઓ ફરાર થઇ ગયા હતા.


પૂર્વ કચ્છ પોલીસે 64.20 ગ્રામ સાથે પંજાબના તરનતારન જિલ્લાનાં યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. બીજી તરફ બનાસકાંઠામાં ધાનેરા વિસ્તારમાં બે શખ્સો સ્મેક નામના નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા હોવાની સીઆઈડી ગાંધીનગરને બાતમી મળી હતી. આ માહિતીના આધારે દરોડા પાડી સ્મેક નામના ડ્રગ્સ સાથે કેરાજી ગેનાજી રાજપુત અને દાના બાબુભાઈ રબારીને ઝડપી પાડ્યા હતા. 1.33 લાખના ડ્રગ્સ સહિત 1.85 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


ગુજરાતના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્રગ્સ પકડાયાના સમાચાર સામે આવ્યા છે. પોરબંદરના દરિયામાંથી ગુજરાત એટીએસ, કૉસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત રીતે ઓપરેશન કરીને ડ્રગ્સના જથ્થા સાથે છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. દરિયામાંથી 480 કરોડનો ડ્રગ્સનો જથ્થા સાથે છ પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, તેમની પાસેથી ડ્રગ્સના 70થી 80 પેકેડને જપ્ત કરવામાં આવ્યા છે. 


પોરબંદરના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્રગ્સના મોટું રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોરબંદરના અરબી સમુદ્રમાંથી ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ છે, 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે, પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથી આ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ખાસ વાત છે કે, ગુજરાત ATS, કૉસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સના જથ્થો દરિયામાંથી પકડાયો છે. 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઇ છે. ઝડપાયેલ આ તમામ આરોપીઓને પોરબંદર લવાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 13 દિવસ પહેલા પણ 2 હજાર કરોડનું ડ્રગ્સ દરિયામાંથી પકડાયુ હતુ.