રાજકોટઃ શહેરમાં ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીએ બે-બે યુવકોનો ભોગ લીધો છે. નાનામૌવા રોડ પર યુવકનું ગળું કપાઈ જતા, જ્યારે એકનું પગમા દોરી આવી ગયા પછી નીચે પટકાતા મોત થયું છે. ગઈ કાલે સાંજના સમયે નાના મૌવા રોડ પર પતંગની દોરીથી ગળુ કપાઇ જતાં યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં યુવકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.

આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે સાંજે અંકુરનગર મેઈન રોડ ઉપર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા નામના યુવક એક્ટિવા લઈને નાનામૌવા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે પતંગની દોરી વચ્ચે આવતાં ગળુ કપાઈ જતાં તેમને સારવાર માટે ખસેડાવામાં આવ્યા હતા. તેમની પાછળ કારીગર પર પણ બેસેલા હતા. પરંતુ તેમને નજીવી ઇજા થઈ હતી. અહીં તેમનું મોત નીપજ્યું છે. 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

બીજી ઘટનાની વાત કરીએ તો ઓ.પી. રોડ પર આવેલી શિવ નિકેતન સોસાયટીમાં સેલ્ફી લેવા જતાં પગમાં દોરી ભરાતા યુવક સાતમા માળેથી નીચે પટકાયો હતો. જેમાં નાગેન્દ્ર જાંદારનું મોત નીપજ્યું હતું.