રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં આંગડિયા પેઢીમાં થયેલી 1 લાખ રુપિયાની ચોરીના કેસમાં છારા ગેંગના બે શખ્સો ઝડપાયા છે. પોલીસે  તેમની પાસેથી મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 


અહેવાલ અનુસાર, જેતપુરના જુના પીપળીયા રોડ પર રહેતા અને ઈશ્વર બેચર નામની આંગડીયા પેઢીમાં નોકરી કરનારા હરિભાઈ ગોસાઈ દ્વારા જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તારીખ 4ના રોજ સાંજે તેઓ આંગડીયા પેઢીની દુકાનમાં તાળુ મારી રહ્યા હતા અને રોકડ ભરેલી બેગ બાઈકમાં રાખી હતી. આ દરિયાન બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સો રોકડ ભરેલી બેગ લઈને નાસી છૂટ્યા હતા. 


ચોરીના આ બનાવને લઈ જેતપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.  આ દરિયાન ચોરીમાં જેતપુર જૂનાગઢ રોડ પર સુજીત નનજીભાઈ ઈન્દ્રેકર  અને ચેતન ઉર્ફ ચિન્ટુ વિજયભાઈ ધમન્ડે (રહે બંને છારા નગર)  ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ અને બાઈક સહિત 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 


આ બંને શખ્સોએ જેતપુરની ચોરી ઉપરાંત ચાર દિવસ પહેલા મોરબીમાં આંગડીયા પેઢી પાસેથી એક્ટિવાની ડેકીમાંથી 1.60 લાખની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ બંને શખ્સો પર અગાઉ છ ગુના નોંધાઈ ચૂક્યા છે. 


આ બંને ગુનેગારો વિશે પોલીસે જણાવ્યુ કે, આરોપીઓ બેંક તથા આંગડીયા પેઢી પાસે રેકી કરી નજર ચૂકવી  ટુ વ્હીલરની ડેકી ખોલી તેમાંથી રોકડ રકમની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. 


રાજકોટની આંગડીયા પેઢીમાં લૂંટ, 35 લાખ ભરેલી બેગ લઇને કર્મચારી જ થયો ફરાર


રાજકોટમાંથી આંગડીયા પેઢીમાંથી એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી હતી.  શહેરના ગોંડલ રૉડ પર આવેલી એક આંગડીયા પેઢીમાંથી કર્મચારીએ જ 35 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ સમગ્ર ઘટના  10 માર્ચે બની હતી.  જોકે, આંગડીયા પેઢીના મેનેજરે કર્મચારી વિરૂદ્ધ લૂંટનો કેસ નોધાવ્યો હતો. 


ઘટનાની વિગતો એવી છે કે, ગઇ 10 માર્ચે રાજકોટમાં આ લૂંટની ઘટના ઘટી હતી, રાજકોટના ગોંડલ રૉડ પર આવેલી આંગડીયા પેઢી જેનું નામ એસ.રમેશચંદ્ર છે, જેમાં એક કર્મચારી કામ કરતો હતો, જેનું નામ અર્જૂનસિંહ જાડેજા છે, તેને આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, ગઇ 10 માર્ચે જ્યારે એસ. રમેશચંદ્ર આંગડીયા પેઢીના મેનેજર વતનમાં ગયા હતા, આ દરમિયાન તકનો લાભ લઇને આંગડીયા પેઢીમાં કામ કરતાં કર્મચારી અર્જૂનસિંહ જાડેજાએ 35.5 લાખ રૂપિયાથી ભરેલી બેગની ઉઠાંતરી કરી હતી, અર્જૂનસિંહ જાડેજા મૂળ પાટણનો વતન હતો અને ગોંડલની આ આંગડીયા પેઢીમાં કામ કરતો હતો. કર્મચારી અર્જૂનસિંહ 35 લાખ રૂપિયાથી ભરેલી બેગ લઇને ફરાર થઇ હતો. જ્યારે આંગડીયા પેઢીના મેનેજરને આ વાતની જાણ થઇ તો તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટની ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.