Rupala Controversy: સમગ્ર ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજની બહેનો વિરૂદ્ધ રૂપાલાએ કરેલી અભદ્ર ટિપ્પણીનો પડઘો હવે ગુજરાત બહાર પણ પડ્યો છે. રાજ્યની સાથે સાથે હવે ઠેર ઠેર રૂપાલાની સામે વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજાઇ રહી છે. ક્ષત્રિય સમાજ ભાજપ પાસે એક જ માંગ પર અડ્યો છે કે, રૂપાલાની ટિકીટ રાજકોટ બેઠક પરથી રદ્દ કરવી જોઇએ. પરંતુ આ તમામ વિવાદોની વચ્ચે રૂપાલા હાલમાં જ સુરતમાં એક ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમવા ઉતર્યા હતા. આ દરમિયાન ક્રિકેટરો સાથે ચોગ્ગા-છગ્ગાની રમઝટ જમાવી હતી.
તાજેતરમાં જ ભાજપ નેતા રૂપાલાનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પરશોત્તમ રૂપાલા સુરતમાં ક્રિકેટ રમતા જોઇ શકાય છે. ખરેખરમાં, રવિવારે પરશોત્તમ રૂપાલા સુરતમાં પ્રચારમાં હતા, તે દરમિયાન તેમને વિવાદને બાજુ પર મુકીને ક્રિકેટની મજા માણી હતી. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્રિકેટ રમતા દ્રશ્યો સામે આવ્યા છે. રવિવારે રૂપાલા પ્રચાર માટે સુરત આવ્યા હતા, અહીં તેમને આ દરમિયાન પાટીદારો સાથે મીટિંગ કરી હતી. બાદમાં રૂપાલા સુરતમાં RJPL ક્રિકેટ લીગની ક્રિકેટ મેચમાં મુલાકાત માટે પહોંચ્યા હતા. અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ પર રૂપાલાએ હાથમાં બેટ લીધું અને ક્રિકેટરો સાથે ક્રિકેટ રમી હતી. તેમને મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. રાજકારણ હોય કે ક્રિકેટ ગ્રાઉન્ડ રૂપાલા બેટિંગ કરવામાં માહેર છે.
ભાજપના ઉમેદવારો બે તબક્કામાં ભરશે ઉમેદવારી પત્ર, તારીખ ફાળવવા કાલે યોજાશે બેઠક
લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના ઉમેદવારો બે તબક્કામાં ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના 26 ઉમેદવારોને તારીખ ફાળવવા માટે આવતી કાલે એક મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. રામનવમી અગાઉ અને રામનવમી બાદ બે તબક્કામાં ઉમેદવારી પત્ર ભરાશે.ઉમેદવારના ચૂંટણી ખર્ચ બચાવવા ભાજપની એક નવો નિયમ લાદ્યો છે. ઉમેદવારોને ફોર્મ ભરવા જતા સમયે રોડ શો ન યોજવાની તાકીદ અપાઇ છે.
તો બીજી તરફ ભાજપના નેતા બિરેન્દ્ર સિંહ પૂર્વ ધારાસભ્યો સાથે આજે દિલ્હીમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવશે. બિરેન્દ્ર સિંહના પુત્ર બ્રિજેન્દ્ર સિંહ પહેલા જ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે.કોંગ્રેસના ઘોષણાપત્ર પર ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું છે કે કોંગ્રેસના ઢંઢેરાએ દેશની જનતાને સ્તબ્ધ કરી દીધી છે, કારણ કે કોંગ્રેસના ઢંઢેરામાં સમગ્ર મુસ્લિમ લીગનો પડછાયો છે.તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે ત્યારે લોકોની નજર હવે બાકીની 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો પર છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે કૈસરગંજના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના કારણે આ બેઠકો માટે ઉમેદવારોની યાદીને લઇને મુઝવણો છે.એવું માનવામાં આવે છે કે ભાજપના બાકીના તમામ ઉમેદવારોની યાદી રામનવમી પછી જ જાહેર કરવામાં આવશે. ભાજપ નેતૃત્વ એકસાથે બાકીની તમામ 12 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવા માંગે છે. પરંતુ, કૈસરગંજ સીટને લઈને દુવિધા છે.
આ બેઠક પરથી સાંસદ બ્રિજ ભૂષણ કોઈપણ ભોગે ચૂંટણી લડવા મક્કમ છે. પરંતુ, મહિલા કુસ્તીબાજો સાથેના વિવાદને ધ્યાનમાં રાખીને, પાર્ટી નેતૃત્વ તેમના સ્થાને તેમના પરિવારના સભ્ય દ્વારા અથવા તેમના સૂચન પર ચૂંટણી લડવા માટે તૈયાર છે. બીજેપી નેતૃત્વ માને છે કે જો બ્રિજ ભૂષણને ટિકિટ આપવામાં આવશે તો વિપક્ષને મુદ્દો મળી જશે.સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિજ ભૂષણની જિદ્દને જોતા ભાજપ નેતૃત્વ હવે સાંસદ-ધારાસભ્ય કોર્ટ દિલ્હીના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. બ્રિજ ભૂષણના એક કેસમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. શક્ય છે કે તે જ દિવસે નિર્ણય પણ આવી શકે. તેથી નેતૃત્વએ નિર્ણય લીધો છે કે, કોર્ટના નિર્ણય બાદ જ તમામ 12 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.