રાજકોટ: રાજકોટના આ ગામના બનેલી ઘટનાએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બનેલી એક ચોંકાવનારી ઘટનાની.  ઉપલેટામાં ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લી છરી સાથે સરા જાહેર માર્ગ પર ધમાલ મચાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Continues below advertisement


મારી સાથે બાધવું હોય એ આવી જાઓ મેદાનમાં


આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, રીક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ શાહરુખ નોઈડા સંધી નામના શખ્સે મન ફાવે તેમ સારા જાહેર દરેક લોકોને ન સાંભળી શકાય તેવી ભૂંડી ગાળો આપી હતી. જ્યારે અબુ ઉર્ફે ડાડુ મિયાણો નામના સખ્શે ઉપલેટાનો બાપ છું, ઉપલેટા ગામનો બાપ છું મારી સાથે કોને બાધવું છે, મારી સાથે બાધવું હોય એ આવી જાઓ મેદાનમાં. આવી રીતે જાહેર ચોકમાં બુમો પાડતા પાડતા ખુલ્લી છરી સાથે મુખ્ય રાજ માર્ગ પરના જાહેર બાપુના બાવલા ચોક ખાતે પરમ દિવસે રાત્રે ધમાલ કરી હતી.


આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે: સમસ્ત હિંદુ સમાજ


આ શખ્સ મારામારી કરતો હોઈ તેવા CCTV પણ  સામે આવ્યા છે. આ ઘટના જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે પરંતુ શહેરના સમસ્ત હિંદુ સમાજના લોકોની માંગ છે કે શહેરની શાંતિમાં પલીતો ચાંપનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે જેથી કોઈપણ ધર્મ સમાજના અસામાજિક તત્વોમાં એક દાખલો બેસાડી શકાય.


ડીવાયએસપી ધોરાજીની સમજાવટથી લોકો વિખેરાયા હતા


ઉપલેટામાં બનેલ આ ઘટના બાદ સાડા ત્રણથી ચાર હજાર જેટલા લોકો જાહેર માર્ગ પર સતત બાપુના બાવલા ચોક ખાતે મોડી રાત્રી સુધી ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે સમસ્ત હિન્દુ સમાજ મક્કમ હોય જેને લઈને ધોરાજી ડીવાયએસપી,એલસીબી,પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવવા પ્રયત્ન ધરાયા હતા. આખરે આજરોજ બપોરે 11:00 કલાકે આરોપીને પંચનામુ કરવા માટે ઘટના સ્થળે લાવવા ડીવાયએસપી ધોરાજીની સમજાવટથી લોકો વિખેરાયા હતા. હવે લોકો પોલીસ કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો....


Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા